Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજયમંત્રી મંડળની સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાય હતી. જેના અનુસંધાને રાજકોટ ખાતે કલેકટર કચેરીમાં મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણામાં સહભાગી થયા હતાં. બેઠકની શરૂઆતમાં સચિવશ્રી અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-૧૯ના સંદર્ભમાં સમગ્ર રાજયનો ચિતાર રજુ કર્યો હતો. જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા, વંદે ભારત મીશનથી  વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો રજુ કરી હતી. કોરોના સંક્રમણના સમયમાં આમ પ્રજાના કામોના નિર્ણયો અને અસરકારક પગલા જેવી બાબતો સામુહીક ચર્ચા-વિચારોથી લઇ શકાય તે માટે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઇ રહી છે. આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ સબંધિત જિલ્લા કલેકટર કચેરી ખાતે  કેબીનેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટ ખાતે જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન હાજર રહ્યા હતાં.

(3:57 pm IST)