Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ,અમદાવાદ જિલ્લાઓમાં હિટ વેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવા માંડી છે અને રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધતો જ જાય છે. હવામાન વિભાગે રાજ્યનાં અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ,અમદાવાદ જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જ્યંત સરકારે આ માહિતી આપી છે.

(12:33 pm IST)