Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમદાવાદના વટવા વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા : જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યાં : અરેરાટી

પરિવારજનોએ SVP હોસ્પિટલ ખાતેથી મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર કર્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં ૩૨ વર્ષીય યુવક મોહસીન મેમણની તીક્ષ્ણ હથિયારના ૧૮ ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને પરિવાર ભયમાં હોવાની પોલીસમાં રાવ કરી હતી

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદમાં જૂની અદાવતમાં યુવક ની હત્યા થઈ હોવાનું સામે આવેલ છે. જેને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામેલ છે. અગાવ પણ આરોપીઓ દ્વારા મોહસીન મેમણ પર કરવામાં આવ્યો હતો. હુમલો આજે તેમની હત્યા થી પરિવારજનો ભયના ઓઠા હેઠળ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારજનો હત્યાને લઈને ભય રજૂ કરીને પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી. પરિવારજનો દ્વારા હત્યારાઓને ઝડપી લેવામાંના આવે ત્યાં સુધી SVP હોસ્પિટલ ખાતેથી મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર કરતા પોલીસે હત્યારા ની શોધખોળ શરૂ કરી છે.

(12:19 pm IST)