Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

નવસારીમાં મામલતદાર કચેરીની આખી ફોજ લાંચમાં ઝડપાઇ : મામલતદાર ગઢવી સહિત ૪ ઝપટે

ગુજરાતભરના મહેસૂલ કર્મચારીઓમાં સોંપો : રીપોર્ટ બાદ ચારેય સામે આકરા પગલા : માટી ખનનમાં પકડાયેલ ટ્રક દોડાવવાના ૯૦ હજાર માંગ્યા હતા : સફળ દરોડો

નવસારી,તા.૨૭ : નવસારી ડે. કલેકટર કચેરીમાં બેસતી ગ્રામ્ય મામલતદારની કચેરીમાં એસીબીએ સફળ દરોડો પાડી રૂ. ૯૦ હજારની લાંચ બાબતે મામલતદાર-બે નાયબ મામલતદાર અને કારકૂનને રંગે હાથ પકડી ઝડપી લેતા ગુજરાતભરના મહેસૂલ કર્મચારીઓમાં સન્નાટો છવાઇ ગયો છે. માટી ખનનના હાલમાં ઝડપી લેવાયેલ ટ્રકને છોડાવવા માટે રૂ. ૯૦ હજારની લાંચ મંગાઇ હતી.

નવસારીમાં માટી ખોદાણ દ્વારા માટી કાઢીને તેને છૂટક વેચાણ કરવાની પરવાનગી જિલ્લા કક્ષાએથી મેળવીને ધંધો કરતા ફરિયાદી પાસે માટી ભરેલી ટ્રક જતા આરોપી દ્વારા અટકાવીને માટી માટેની રોયલટી પાસ અંગે પૂછપરછ કરી હતી, જેમાં રોયલટી  હોવા છતાં પણ ટ્રકને જમા લેવામાં આવી હતી આ માચલે ફરિયાદીએ નવસારી ગ્રામ્યના  મામલતદાર યશપાલ પ્રકાસદાન ગઢવીને મળતા તેમણે ટ્રક છોડાવવા માટ કચેરીમાં જ સર્કલ ઓફિસર તરીકે કામગીરી કરતા નાયબ મામલતદ શૈલેષ એ. રબારીને  મળી લેવડ-દેવડ કરવા જણાવ્યું હતું. આ અંગ શૈલેષ રબારીએ ટ્રકને ૧,૧ ૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ  ફરિયાદી પાસે તે સમયે રૂપિયા ૨૦,૦૦૦ હોવાથી તેમને તે રકમ બીજા નાયબ મામલતદાર સંજય ઇશ્વર દેસાઇને ચૂકવ્યા  હતાં અને બાકી રહેતી રકમના ૯૦૦૦૦ રૂપિયા માટે સતત માંગણી કરતા રહેતા હતા પરંતુ તેઓએ હવે વધુ રૂપિયાની ચૂકવણી કરી ન શકવાને કારણે તેઓએ નવસારી એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. જેને પગલે ગઇકાલે ૯૦,૦૦૦ રૂપિયાની લાંચનું છુટકુ ગોઠવીને ફરિયાદીએ આરોપી એવા શૈલેષ રબારી સાથે વાતચીત કરીને રૂપિયા સંજય દેસાઈ અને કારકુનની હાજરીમાં ચૂકવતા જ રંગે હાથ ઝડપી લઇને ગુન્હો નોંધ્યો હતો. મામલતદાર, બે નાયબ મામલતદાર અને એક કારકુન સહિત ચાર આરોપીઓને સંકજામાં લીધા હતાં.

(11:24 am IST)