Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વલસાડમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ : એક જ દિવસમાં કોરોનાના 6 કેસ નોંધાયા: જિલ્લામાં કુલ કેસનો આંકડો 27

વલસાડની બે મહિલા, પારડી પંથકના આધેડ અને ઉમરગામના ગાંધીવાડીની યુવતીને કોરોના પોઝિટિવ

 

વલસાડ : વલસાડ જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આજે એક દિવસમાં કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે સાથે વલસાડ પંથકમાં ચિંતાની લાગણી પ્રસરી છે વલસાડના ડીવાય એપાર્ટમેન્ટ,ભારત ડેરી,હાલાર રોડ પર રહેતા 60 વર્ષીય મહિલા અને અતુલ કોલોની,હિલ સાઈડ કોલોની ખાતે રહેતા 55 વર્ષીય મહિલાને કોરોના વળગ્યો છે પારડી તાલુકાના પોલીસ સ્ટેશન નજીકના સ્વાધ્યાય મંડળ કહતે રહટેએ 52 વર્ષીય પુરુષ અને ઉમરગામ તાલુકાના ગાંધીવાડી ખાતે રહેતા 26 વર્ષની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

 વલસાડ જિલ્લામાં આજે એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 27 થઇ છે વલસાડ જિલ્લામાં કોરોનથી એક મોટ થયું હતું

(12:03 am IST)