Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચરિત્ર અંગે શંકા કરી લાકડાના સપાટા મારતા પત્ની વિફરી લાકડું ઝૂંટવી માથામાં પ્રહાર કરી પતિને મોતને ઘાટ ઉતાર્યો

તાપીના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામીની ઘટના

તાપીના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામીમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પતિની ક્રૂર હત્યા થઇ છે  જેની ફરિયાદ મૃતકના પુત્ર જીગ્નેશ ગામીતે સોનગઢ પોલીસને કરતા પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી જલહવાલે કરી દીધી છે.

   આ અંગે મળતી વિગત મુજબ  નાના બંધારપાડા ગામે ડુંગરી ફળિયામાં રહેતા જેમસીંગભાઈ ગામીત તેની પત્ની રમીલાબેનના ચરિત્ર અંગે શંકા કર્યા કરતો હતો, જેને લઈ ઘરમાં વારંવાર ઝઘડાઓ થયા કરતા હતા. ગતરોજ પણ રાત્રે આ બાબતે ઝઘડો થતા જેમસીંગભાઈએ તેની પત્નીને લાકડાના સપાટા માર્યા હતા, જેમાં ઉશ્કેરાયેલ રમીલાબેને જેમસિંહભાઈના હાથ માંથી લાકડું ઝૂંટવી તેમના માથાના ભાગે જિવલેણ વાર કરી મોતને ઘાટ ઉતારી પલાયન થઇ ગઈ હતી.
 નજીવી બાબતે કે ઘરેલુ ઝઘડામાં તાપી જિલ્લામાં છેલ્લા એક પખવાડિયામાં ત્રણના જીવ જતા પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આડાસંબંધના વહેમમાં એક પરિવાર વિખરાઈ ગયું છે, જેમાં પતિએ જીવ ગુમાવ્યો છે, જયારે પત્ની વિધવા બની જેલ ભેગી થઇ ગઈ છે, તેઓના પુત્રએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યો છે.

(1:13 am IST)