Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરત દુર્ઘટનાના કસુરવારોને છોડાશે નહિ :કોઈપણ બેદરકારી સાંખી લેવાશે નહીં :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાફવાત

 

ગ્રેટ-------તપાસ અહેવાલ સોંપ્યા બાદ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું સેઇફ ગુજરાત મોડલ પ્રસ્થાપિત કરવાની નેમ

ફોટો rupani

અમદાવાદ ;સુરતના અગ્નિકાંડનો પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને સોંપવામાં આવ્યા બાદ  ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આગની ઘટનામાં કસુરવાર કોઈને પણ છોડવામાં આવશે નહીં.

  વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સૂરતમાં ટયુશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી સર્જાય તે માટે રાજય સરકાર સંપૂર્ણ સજાગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દુર્ઘટનામાં કસુરવારો સામે કડક હાથે કામ લેવા પ્રતિબધ્ધ છે અને કોઇ પ્રકારની બેદરકારી સાંખી લેવાશે નહિ .

મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસના અગ્ર સચિવ મૂકેશ પૂરીએ સૂરત ટયૂશન કલાસ આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપ્યા બાદ તેમણે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે સેઇફ-ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની આપણી નેમ છે. લોકોના જીવ અમૂલ્ય છે અને આવી આગજની જેવી ઘટનાઓના કારણો સુધી જઇ તેને ભવિષ્યમાં થતી રોકવા જનજાગૃતિ માટે શહેરી વિકાસ વિભાગ, ફાયરબ્રિગેડ, ટાઉન પ્લાનીંગ અને કાયદા તેમજ ઊર્જા વિભાગના લોકો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિકાયદો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું કે, સંદર્ભમાં કાયદામાં સુધારા-વધારા, નિયમીત ઇન્સ્પેકશન, એન્ફોર્સમેન્ટ તથા કસુરવારોની ક્રિમીનલ લાયાબિલીટી ફિકસ કરવા સુધીની કાર્યવાહી માટે પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

   સરકાર આવી ગંભીર દુર્ઘટનાઓ બાબતે કોઇ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી અને કસુરવારો સામે સખત પગલાં ભરશે. સેફટી-લોકોના જાનની રક્ષાને પ્રાયોરિટી આપીને સમગ્ર રાજ્યમાં બધા નગરો-મહાનગરોમાં ફાયર સેફટી અંગેનું ચુસ્ત પાલન રાજ્ય સરકાર કરાવશે એમ તેમણે ઉમેર્યુ હતું.
  
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મોટા શહેરો-નગરોમાં જ્યાં માસ ગેધરીંગ થતાં હોય તેવા કામકાજના સ્થળો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલ્સ, મોલ, સિનેમાગૃહો વગેરેમાં ફાયર સેફટીની સજ્જતા સાધનોનું નિયમીત ચેકિંગ કરાશે. આવી વ્યવસ્થાઓ હોય ત્યાં નોટિસ આપી તેને બંધ કરવા સુધીની કાર્યવાહી પણ સરકાર કરશે.

(12:38 am IST)
  • મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે :વિપક્ષ ખોટો ભ્રમ ઉભો કરવાની કોશિશ કરે છે :મધ્યપ્રદેશની સતારૂઢ કોંગ્રેસ પાર્ટીના મીડિયા વિભાગની અધ્યક્ષા શ્રીમતી શોભા ઓઝાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ ઉદભવેલી સ્થિતિમાં પણ કોંગ્રેસ સરકાર સ્થિર રહેશે અને પોતાનો પાંચ વર્ષ પુરા કરશે access_time 1:09 am IST

  • રાહુલને અમદાવાદની કોર્ટમાં હાજરી આપવામાંંથી મુકિત : રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસનો મામલોઃ મેટ્રો પોલીટન કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માંગીઃ નહેરૂની ૫૫મી વરસી હોવાથી માંગી મુકિતઃ કોર્ટે કારણો જોતા રાહુલ ગાંધીને મુકિત આપીઃ જુલાઇના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરાશે access_time 1:16 pm IST

  • વડાપ્રધાન મોદીના સેન્ટ્રલ હોલના વક્તવ્યના મુસ્લીમ સંગઠને કર્યા વખાણ :જમિયત ઉલેમા એ હિન્દે પત્ર લખીને વડાપ્રધાન મોદીના અલ્પ સંખ્યક સમાજને લઇને આપેલ નિવેદનના વખાણ કર્યા :પત્રમાં એવી આશા વ્યક્ત કરાઈ છે કે સરકાર અલ્પ સંખ્યકોના શિક્ષણ,સ્વાસ્થ્ય અને રોજગારી પર વિશેષ ધ્યાન આપશે access_time 1:22 am IST