Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમદાવાદના સરસપુરમાં વાંદરાનો આતંક :સાત લોકોને બચકા ભર્યા

ઉનાળામાં ટેરેસ પર સુવામાં જોખમ :કપિરાજના ત્રાસથી લોકોમાં ફફડાટ

 

અમદાવાદ : સરસપૂરમાં વાંદરાઓએ આતંક મચાવ્યો છે કુલ સાત જેટલા લોકોને બચકા ભારત લોકોમાં ફફડાટ ફેલાયો છે

    સરસપૂરમાં આવેલી પોપટલાલ મોહનલાલની ચાલી પાસે રોજ સવારે 6 વાગતાં જ કપિરાજ આવી જાય છે, અને ટેરેસ સુતેલાં લોકોનાં પગ પર બચકાં ભરે છે. આ વિસ્તારમાં કુલ 7 લોકો કપિરાજને કારણે જ્ખમી બન્યા છે. જેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ મેળવી છે. જો કે આ માટે વિસ્તારનાં લોકો વન્ય વિભાગને જાણ પણ કરી છે. છતાં હજુ સુધી કપિરાજ ન પકડાતા લોકોના જીવ અધ્ધર છે. આ તરફ ન્યુઝ18ના અહેવાલ બાદ જ્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર આર કે સાહુને જાણ થતાં, તેમને સ્થાનિકોની મદદ માટે ટીમ મોકલવાની બાંયધરી આપી છે.

ઈજાગ્રસ્ત મુકેશભાઈના કહેવા પ્રમાણે આજે સવારે 6 વાગે તેઓ ઉઠ્યાં ત્યારે અચાનક તેમનાં પગમાં બળવા માંડ્યુ. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે પગમાં મોટો ખાડો પડી ગયો છે. કપિરાજે બચકાં ભરીને પગને કોતર્યો હતો. આજે તેમને પગમાં 6 ટાકા લેવા પડ્યા છે.

ઈજાગ્રસ્ત ચિરાગભાઈની પણ આ જ હાલત છે. ચિરાગભાઈના કહેવા મુજબ તેઓ સવારે ઉઠી જાય છે, પરંતુ રવિવાર હોવાથી તેઓ પોણા સાત સુધી ટેરેસ સુતા રહ્યા. જેને કારણે કપિરાજે તેમને બચકું ભરી લીધું છે. હાલ તેમને 7 ટાકા લેવા પડ્યા છે.

(12:25 am IST)