Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ફરીથી મોદી સરકારની અનોખી ઉજવણી :હિમતનગરમાં મફતમાં દાબેલીનું વિતરણ

દુકાનની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો :. 4000 જેટલી દાબેલીનું વિતરણ કરાયું

સાબરકાંઠા ;કેન્દ્રમાં ભાજપ સરકાર આવવાની ખુશીમાં અનોખી ઉજવણી કરાઈ હતી હિંમતનગરમાં એક દાબેલીની દુકાનના માલિકે ચૂંટણીના રિઝલ્ટ પહેલા પોતાની દુકાનની બહાર એક બોર્ડ લગાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ચૂંટણીમાં કેન્દ્રમાં મોદી સરકાર આવશે તો ફ્રીમાં દાબેલીનું વિતરણ કરવામાં આવશે.

  આ જાહેરાત પછી 354 બેઠક સાથે કેન્દ્રમાં NDAની સરકાર બની હતી, જેના કારણે દાબેલીની દુકાનમાં માલિક દ્વારા 354 પેકેટ પાઉની દાબેલીનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું. આમ કુલ અંદાજિત 4000 જેટલી દાબેલીનું વિતરણ કરવામાં આવ્યું. દાબેલી લેવા માટે દુકાનની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકાર આવવાના કારણે ઘણા લોકોએ અલગ પ્રકારે જીતની ઉજવણી કરી હતી. રાજકોટમાં એક પેટ્રોલ પંપના માલિક દ્વારા રીક્ષામાં ફ્રીમાં ગેસ પૂરી આપવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાઓ પર ચા અને ખમણનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં એક વ્યક્તિએ પોતાના માથાની પાછળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો ફેસ કટિંગ કરાવ્યો હતો

(11:54 pm IST)
  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે :વિપક્ષ ખોટો ભ્રમ ઉભો કરવાની કોશિશ કરે છે :મધ્યપ્રદેશની સતારૂઢ કોંગ્રેસ પાર્ટીના મીડિયા વિભાગની અધ્યક્ષા શ્રીમતી શોભા ઓઝાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ ઉદભવેલી સ્થિતિમાં પણ કોંગ્રેસ સરકાર સ્થિર રહેશે અને પોતાનો પાંચ વર્ષ પુરા કરશે access_time 1:09 am IST

  • કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાતે ભારે વરસાદ અને પવન ફુંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયેલ access_time 11:43 am IST