Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નવસારીની મરોલી સુગર ફેક્ટરીમાં 6 લાખના મશીનની ચોરી કરતા તસ્કરોને લોકોએ લમધાર્યા : એકની અટકાયત:બે ફરાર

મશીન ઊંચકીને બહાર આવતા લોકોના ટોળાએ મેથીપાક ચખાડ્યો

નવસારી જિલ્લાની મરોલી સુગર ફેક્ટરીમાં વારંવાર થતી નાની મોટી ચોરીનો ભેદ ખુલ્યો છે બપોરના સમયે મરોલી ફેકટરીના પાછળના ભાગે બે બાઈક ગામના લોકોના નજરે ચઢી હતી. જેમાં શંકા જતા ત્યાં પહેરો ભરીને ૩ ઈસમો મશીનરીને ઉંચકીને બહાર આવતા જોઈને લોકટોળાએ ચોરો પર તૂટી પડ્યું હતું. અને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો જેમાં બે ચોર ઈસમો લોકો ટોળામાંથી ફરાર થયા હતા. જેમાં એક ઈસમ ઝડપાતા ઈસમને પોલીસ મથકે લઇ જવાયો હતો. ત્રણ  લુટારુઓ ૬ લાખની કિંમતનું સુગર ફેકટરીના મશીનને કંટ્રોલ કરતુ મશીન ચોરી કરીને રફુચક્કર થતા હતા. તે વેળાએ ઝડપાયા હતા પોલીસે ઝડપાયેલા ઈસમ અને બે બાઈક સાથે સ્પીડ કંટ્રોલ મશીન કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:35 pm IST)