Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભરૂચના નર્મદા ચોકડી નજીક રેતી ભરેલી ટ્રકને ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ પલટી: 15થી વધુ મુસાફરોને ઇજા

સુરતથી વડોદરા જતી લકઝરી બસ પલ્ટી ખાઈ જતા અનેક મુસાફરોને હાથ પગમાં ફેક્ચર

ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી વડોદરા તરફ જતી લક્ઝરી બસ રેતી ભરેલી ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ પલટી મારી જતા અંદર સવાર પંદરથી વધુ મુસાફરોને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

   મળતી વિગત મુજબ સુરતથી વડોદરા જતી લકઝરી બસ નંબર જી જે 19 x 6868 રેતી ભરેલા ટ્રક ઓવર ટ્રેક કરવા જતાં બસ નર્મદા ચોકડી પલટી મારતા અંદર બેસેલા 15 થી વધુ પેસજરોને નાની મોટી ઇજા થવા પામી હતી.

  અકસ્માતના પગલે સમગ્ર મુખ્યમાર્ગ ઉપર ટ્રાફિકજામનું દ્રશ્ય સર્જાતા જોકે લક્ઝરી બસ પલટી મારી જતા 108 ઇમર્જન્સીને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવી હતી. તમામને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જેમાં અનેક મુસાફરોના હાથ પગ ફેક્ચર થઇ ગયા હતા. જયારે અત્યંત ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની પણ ફરજ પડી હતી.

  અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજ નર્મદા ચોકડી સ્થિત ત્રણ મહિનામાં છથી વધુ લક્ઝરી બસ પલટી મારી જવાની ઘટનાઓ બનવા પામી છે.

(11:30 pm IST)