Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નડિયાદના મહોળેલમાં નજીવી બાબતે બે ભાઈઓ બાખડ્યા: સામસામે હુમલામાં એકને ઇજા

નડિયાદ: તાલુકાના મહોળેલ ગામમાં આવેલ ભોઈવાસમાં કમલેશભાઈ ભીખાભાઈ ભોઈ પોતાના પરિવાર સાથે રહે છે. તેમના ભાઈ મુકેશભાઈ ભોઈની ગામમાં દુકાન આવેલી હોઈ તેમની દુકાનમાં ગત બુધવારના રોજ કમલેશભાઈનો સાત વર્ષીય પુત્ર ત્યાં ગયો હતો. કાકા મુકેશભાઈ તેમના ભત્રીજા ધ્રુવની પજવણી કરતાં હોવાથી તે અકળાઈને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી મુકેશભાઈએ ભત્રીજા ધ્રુવને છુટ્ટો સાબુ માર્યો હતો. જેથી ધ્રુવના માતા-પિતાએ મુકેશભાઈને ઠપકો આપ્યો હતો. 

ત્યારબાદ ગતરોજ વહેલી સવારે કમલેશભાઈ અને તેમના પત્નિ દક્ષાબેન રીક્ષા લઈ પાલૈયા ચોકડીથી આડીનાર તરફ જઈ રહ્યાં હતાં. ત્યાં એકાએક મુકેશભાઈ અને તેમના માસીનો પુત્ર કાળાભાઈ ગીરીશભાઈ ભોઈ (રહે.નડિયાદ) ટ્રેક્ટર લઈ આવી પહોંચ્યાં હતાં. કમલેશભાઈની રીક્ષાની આગળ તેમણે પોતાનું ટ્રેક્ટર ઊભુ રાખી રીક્ષા રોકી હતી. અને કમલેશભાઈને ગાળો બોલવા લાગ્યાં હતાં. અને તુ દુકાને આવી કેમ દાદાગીરી કરતો હતો તેમ કહી બંને જણાં લાકડાનું ડફણું લઈ માર મારવા લાગ્યાં હતાં. આ ઉપરાંત મોટરસાઈકલ લઈને આવેલા શૈલેષભાઈ ડાહ્યાભાઈ ભોઈ અને અજયભાઈ દિનેશભાઈ ભોઈ પણ લાકડી લઈ કમલેશભાઈને મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છુટ્યાં હતાં. 

(6:01 pm IST)