Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચકલાસીના બુટલેગર કિરીટની સેવાલિયા નજીકથી પોલીસે મુદામાલ સાથે ધરપકડ કરી

ચકલાસી:પંથકમાં વિદેશી દારૂનો વ્યવસાય કરતા બુટલેગરને નડિયાદ ડિવિઝનલ સ્કવોર્ડ પોલીસે સેવાલીયા પાસેથી ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન મધ્યપ્રદેશ બોર્ડરમાંથી દારૂ લઇ આવી રહેલ બુટલેગરને ઝડપી તેની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સેવાલીયા પોલીસ મથકે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે . 

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સેવાલીયા તાબે આવેલ રામપુરા દૂધની ડેરી પાસે રહેતા કિરીટ ઉર્ફે કીટલો ભુપતભાઇ વાઘેલા છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી રાહે વિદેશી દારૂનો વ્યવસાય કરે છે. કિરીટ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિસ્તારમાંથી ખાનગી રાહે અંગ્રેજી દારૂ લાવી ચકલાસી પંથકમાં વેચાણ કરતો હોવાની જાણ થતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા. ખાનગી બાતમીદારોને પણ તે અંગે જાણ કરી હતી. 

(6:00 pm IST)