Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ખેડામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 3 લાખના મુદામાલ સાથે 23 શકુનિઓની ધરપકડ કરી

ખેડા: જિલ્લામાં ચાલતા જુગાર ધામો અને જુગારની બદીઓને અટકાવવા માટે પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડવામાં આવે છે.પરંતુ જુગાર રમવાના આદી બની ગયેલા જુગારીયાઓ ગમેતેમ કરી જુગાર રમવા માટે અવાવરૂ સ્થળો શોધી લેતા હોય છે. વિતેલા દિવસોમાં પોલીસે જુદા જુદા સ્થળો પર દરોડા પાડી જુગાર રમી રહેલા ૨૩ જુગારીયાઓને રૂ.૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. 
 


પ્રાપ્ત વિગતોમાં કપડવંજ ડિવીઝન પોલીસ સ્કવોર્ડ દ્વારા ગતરોજ મહુધાના કબ્રસ્તાન પાસે આવેલ ખાણીયા તળાવની નજીક રેડ કરી હતી, જે દરમ્યાન પત્તા પાનાનો જુગાર રમી રહેલ ૫ ઇસમોને ૨૭,૧૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે બાતમીના આધારે શનિવારે ખેડા પોલીસે બીડજ ગામ ેચાલતા બે જુદા જુદા સ્થળો પર રેડ કરી હતી. દરમ્યાન પોલીસે ૭ ઇસમોને રૂ.૫૫,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. 

(5:59 pm IST)
  • સેન્સેકસ રપ૦થી વધુ પોઇન્ટ અપઃ નીફટી ૮૪ અપઃ રૂપિયો ૬૯.પ૯ ઉપર : શેરબજારમાં તેજીનો દોરઃ બપોરે ર-૧પ કલાકે સેન્સેકસ ર૭૭ પોઇન્ટ વધીને ૩૯૭૧૧ અને નીફટી ૮૪ પોઇન્ટ વધીને ૧૧૯ર૮: ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર ટ્રેડ કરે છે આજે મનપસંદ બેવરેજના શેરોમાં ર૦ ટકાની લોઅર સર્કિટ લાગી છે access_time 4:02 pm IST

  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST

  • અમદાવાદના દાણીલીમડામાં પાણીની સમસ્યા મામલે મહિલાઓ વિફરી : વોર્ડ ઓફિસમાં કરી તોડફોડ;અધિકારીઓની ખુરશીઓ સળગાવી ;બારીના કાચ ફોડ્યા :છેલ્લા દાયકાથી પાણીની સમસ્યા છતાં કોઈ ઉકેલ નહિ આવ્યો હોવાની રાવ: મહિલાઓમાં જબરો રોષ access_time 2:31 pm IST