Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કલમસર-ધુવારણ નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ખંભાત:તાલુકાના કલમસર-ધુવારણ રોડ ઉપર આવેલા નવાપુરા પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક સ્વીફ્ટ કારે આગળ જતા હોન્ડાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે કાર મૂકીને ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી અનુસાર કલમસર ગામે રહેતો મહેશભાઈ ધીરૂભાઈ સીન્ધા (ઉ. વ. ૨૫)ગઈકાલે બાઈક નંબર જીજે-૩૪, બી-૪૧૦૦ લઈને પોતાની સાસરી સારોલ ગામે ગયો હતો. ત્યાંથી પરત ફરતો હતો ત્યારે રાત્રીના બારેક વાગ્યાના સુમારે કલમસર-ધુવારણ રોડ ઉપર આવેલા નવાપુરા નજીક પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી સ્વીફ્ટ કાર નંબર જીજે-૨૩, ૯૫૬૫એ ટક્કર મારતાં મહેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. 
 

(5:58 pm IST)