Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આણંદ નજીક ગામડીમાં કિશોરીને ભગાડી જનાર વિધર્મી સગીર સહીત ત્રણ શખ્સોને એલસીબીએ દબોચ્યા

આણંદ: નજીક આવેલા ગામડી ગામની એક કિશોરીને ભગાડી જનાર વિધર્મી સગીર સહિત ત્રણ શખ્સોને આજે એલસીબી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ગત ૧૮મી એપ્રિલના રોજ ગામડી ગામે રહેતી એક ૧૬ વર્ષ અને ૫ માસની સગીરાને રોશન મેમણનો છોકરો ફરાન લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો. જે અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. પરંતુ એક મહિનો થવા આવ્યો હોવા છતાં પણ કોઈ સગડ ના મળતાં આખરે આ અંગે સગીરાના પિતા અને અન્ય લોકોએ ડીએસપીને આવેદનપત્ર આપીને શહેર પોલીસની ભૂમિકા ઉપર સવાલો ઉઠાવ્યા હતા જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અને તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબી પોલીસે પગેરું દબાવીને લીમખેડા પાસેથી સગીરા, વિધર્મી યુવાન તેની માતા રોશન મેમણ તેમજ મદદગારી કરનાર મુસ્તાકને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
 

(5:58 pm IST)
  • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેબીનેટ મંત્રી નીતિન ગઢકરીનો આજે જન્મદિન છે : શુભેચ્છા વર્ષા થઈ રહી છે access_time 5:58 pm IST

  • કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાતે ભારે વરસાદ અને પવન ફુંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયેલ access_time 11:43 am IST

  • અભિનેતા કરણ ઓબેરોય પર દુષ્કર્મનો આરોપ લગાવનાર મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો ;પીડિત મહિલા પોલીસમાં નોંધાવી ફરિયાદ :મુંબઈ પોલીસે કહ્યું જો જરૂર જણાયે પીડિતાને સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે access_time 1:23 am IST