Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરતમાં જિલ્લા સરકારી તંત્રએ 26જગ્યાએ તપાસ કરી 11 એકમોને નોટિસ ફટકારી

સુરત: શહેરમાં ટયુશન ક્લાસીસમાં બનેલ આગની ઘટના બાદ પાટણ જિલ્લાના સરકારી તંત્રએ આળસ ખંખેરી જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા દ્વારા ૨૬ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલો, સ્કૂલો તેમજ ટયુશન ક્લાસીસોની તપાસ કરવામાં આવતા નગરમાં ચાલતા નવ ટયુશન ક્લાસીસમાંથી એક પણ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા ન મળી. જ્યારે સાત ખાનગી હોસ્પિટલોની તપાસમાં ચાર હોસ્પિટલોમાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી તપાસ કરતા અધિકારીને જોવા મળી ન હતી.

દસ શૈક્ષણિક સંસ્થાઓની તપાસમાં એક બક્ષીપંચ છાત્રાલયમાં પણ ફાયર સેફ્ટી રાખવામાં આવેલી ના હોવાનું તપાસમાં જણાયું હતું. આમ નગરમાં ૨૬ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૪ જગ્યાએ ફાયર સેફ્ટીની કોઈ જ વ્યવસ્થા રાખવામાં ન આવેલ તમામને નોટીસ ફટકારી હતી. જ્યારે રાધનપુર નગરમાં બનેલા શોપિંગ ેસન્ટરો જેવા કે ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, મારુતિ પ્લાઝા અને તાજેતરમાં આકાર પામેલું ઈસ્કોન શોપિંગ સેન્ટરમાં પણ ફાયર સેફ્ટી રાખવામાં આવેલ નથી. નગરપાલિકામાં શોપિંગ ેસન્ટર બનાવવાની મંજૂરી આપતા વખતે ફાયર સેફ્ટી રાખવાની શરતે નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવે છે પરંતુ બિલ્ડરો દ્વારા એક પણ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી રાખવામાં ના આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો નગરપાલિકાની તપાસમાં થયો હતો.

(5:54 pm IST)