Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નડિયાદ-ખેડા હાઇવે પર અજાણ્યા વ્યક્તિને લૂંટી ફરાર થઇ જનાર ત્રણ ગઠિયા પોલીસના સકંજામાં

નડિયાદ:ખેડા હાઇવે નજીક થોડા સમય પહેલા ફાયનાન્સના પૈસા લઇ જતો વ્યક્તિને અજાણ્યા ઇસમોએ લુંટી ફરાર થઇ ગયા હતા.આ ઘટના બાદ ખેડા પોલીસ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી તે બનાવ અંતર્ગત સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.લુંટ કરી ફરાર થઇ ગયેલા ત્રણ યુવકોને ખેડા પોલીસે ઝડપી પાડયા છે.

સ્મોલ ફાયનાન્સમાં કામ કરતા મુરલીધર શર્મા તા.૧૪-૨-૧૯ના રોજ અલગ અલગ ગામેથી પૈસાનુ કલેકશન કરતો હતો.આ સમયે ખેડાના અલીંન્દ્રા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા ઇસમો બાઇક પર આવી પૈસા ભરેલી બેગ લુંટી ફરાર થઇ ગયા હતા.આ બાદ ખેડા પોલીસ ટીમ દ્વારા વિવિધ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

(5:52 pm IST)