Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરામાં વિધવા સહાયનું જણાવી ગઠિયો ઘરમાંથી 60 હજારના દાગીના તફડાવી છૂમંતર

વડોદરા:વિધવા સહાય આપવાનું જણાવીને ગૃહિણીનો વિશ્વાસ કેળવી ઘરમાં આવીને ભેજાબાજ ગઠિયો નજર ચૂકવીને ૬૦ હજારના  સોનાના દાગીના સેરવી ગયો હતો જે અંગે બાપોદ પાલોસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સયાજીપુરા ગામ નવીનગરી તળાવ પાસે રહેતા સલમાબેન ઇલ્યાસભાઇ દિવાન એ.પી.એમ.સી. માર્કેટમાં ચ્હા-નાસ્તાની લારી ચલાવે છે અને તેમના પતિ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે જે અમદાવાદ રહે છે. 

ગઇકાલે સવારે તેઓ ઘરે હાજર હતા તે સમયે ૫૦ વર્ષની ઉંમરનો એક વ્યક્તિ બાઇક લઇને આવ્યો હતો. સલમાબેનને પોતાનો પરિચય આપતા બાઇક પર આવેલા વ્યક્તિએ કહ્યું હતું કે હું આ ગરીબ નવાજ નામની સંસ્થા ચલાવુ છું. અમારી સંસ્થા વિધવાઓને સહાય કરે છે. તમારા ઘરમાં જે કોઇ વિધવા હોય તો જણાવો સલમાબેને ઘરમાં જેઠાણી અને સાસુ વિધવા હોવાનું જણાવ્યું હતું. તમારા ઘરમાં જેટલું સોનુ હોય તે કહો તેની વિગત લખવી પડશે. મારા સાહેબ વિઝીટમાં આવશે અને ઘરમાં મશીનથી તપાસ કરશે તો તકલીફ થશે.

(5:51 pm IST)