Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડોદરામાં કલેકટર કચેરીમાં શોટ સર્કિટના કારણે આગનો ભય: દસ્તાવેજ નાશ થવાનો ડર

વડોદરા: શહેરની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી જુની કોઠી બિલ્ડીંગ ગમે ત્યારે આગના બનાવમાં લપેટાય તો નવાઇ નથી. એક માસ પહેલાં જ આ કચેરીના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સદનસીબે કોઇ મોટી દૂર્ઘટના બની ન હતી. પોલીસ કર્મચારીઓની સતર્કતાના કારણે આગને બુઝાવી દેવાઇ હતી જે અંગે પોલીસ સ્ટેશનમાં પણ નોધ કરાવાઇ છે.

ઉલ્લેખનિય છે કે કોઠી કચેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશતાની સાથે જ સામેની દિશામાં આશરે ૧૦૦ વર્ષ પહેલાં અંગ્રેજો દ્વારા નિર્મિત જુની કોઠી બિલ્ડીંગ આવેલી છે. આ કચેરીના બાંધકામમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બિલ્ડીંગમાં પહેલાં તેમજ બીજા માળનું ફ્લોરીગ પણ લાકડાની બનાવટનું છે. બિલ્ડીંગનાં નિર્માણમાં લાકડાના ઉપયોગથી આગનું જોખમ હંમેશા રહેતું  હોય છે.

(5:49 pm IST)