Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષમાં સ્વાઈન ફ્લૂથી 352 લોકોના મોત :આરટીઆઇમાં ખુલાસો

હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ન હોય તેની માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું

અમદાવાદ :શહેરમાં સ્વાઈન ફ્લુથી થતા મોત અને તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતા ખર્ચની વિગતો માહિતી અધિકારનાં કાયદા હેઠળ માગંવામાં આવી હતી.આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ યશ મકવાણાની આર.ટી.આઈ ના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ વિભાગે  માહિતી આપી છે કે વર્ષ-૨૦૧૫ માં અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી ૧૩૯, ૨૦૧૬ માં ૩૪, ૨૦૧૭ માં ૧૫૦, ૨૦૧૮ માં ૨૯ અને ૨૦૧૯ માં ૨૮ લોકોના મોત થયા છે.

અમદાવાદમાં સ્વાઈન ફ્લુ અટકાવવા માટે મહાનગર પાલિકાએ આઇસોલેશ વોર્ડ, ઓસીલ્ટામીવીર દવા અને માસ્કના પૂરતા જથ્થાનું આગોતરું આયોજન કર્યાનું જણાવી એવી માહિતી આપી છે કે ૨૦૧૪-૧૫ માં રૂ.૩૧,૫૦૦ ૨૦૧૬-૧૭ માં રૂ. ૯૬,૬૦૦, ૨૦૧૭-૧૮ માં રૂ. ૧૪,૫૭,૯૭૮અને ૨૦૧૮-૧૯ માં રૂ. ૨૦,૩૨,૦૧૦નો ખર્ચ કરેલો છે

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે માહિતી અધિકારમાં સ્વાઈન ફ્લૂના કેસોની સારવાર આપતી ૨૭૨ હોસ્પિટલોની માહિતી આપી છે. પરંતુ જે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ન હોય તેની માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું છે.

અમદાવાદ શહેરના રામોલ હાથીજણ, લાંભા અને વટવા એ ત્રણ વોર્ડમાં ૨૦૧૫ થી ૨૦૧૯ના પાંચ વર્ષોમાં સ્વાઈન ફલૂ થી ૧૮ નાગરિકોના મોત થયા હતા.

(2:22 pm IST)