Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમદાવાદમાં ટ્યુશન ક્લાસ બંધના નિર્ણયને પાછો લેવા ટ્યુશન સંચાલકોએ કલેક્ટરને આવેદન આપ્યું

સુરતમાં અગ્નિકાંડ બાદ રાજ્યના કેટલાક શહેરોમાં ટ્યુશન કલાસીસ બંધ કરવાના નિર્ણય લેવાયો છે અને તમામ ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીના સાધનો છે કે, નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે અમદાવાદના તમામ ટ્યુશન ક્લાસને 23 જુલાઈ સુધી બંધ રાખવાના પણ અમદાવાદ પોલીસ કમીશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

  આ સમગ્ર મામલે ટ્યુશન કલાસીસના સંચાલકોએ ભેગા થઈને કલેકટર કચેરીમાં આવેદન આપીને રજૂઆત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, સરકારે લીધેલા ખોટા પગલા અને હુકમને અમે વખોડીએ છીએ અને તાત્કાલિક પાછું લે અને નવો હુકમ બહાર પાડે બધાને રીલેક્ષન આપે પ્રજાને ફાયદો થાય, કલાસીસ વાળાને ફાયદો થાય, સરકારને પણ ટેન્શન ના રહે.

  કલેકટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, સુરતમાં જે કલાસીસમાં બનાવ બન્યો તે દુખદ હતો અને તેના કારણે જ ઓથોરીટીએ નિર્ણય લીધેલો છે કે, અન્ય કોઈ હુકમ ન થાય અને ફાયર સેફટીની યોગ્ય ચકાસણી ન થાય ત્યાં સુધી. જાહેરનામું બહાર પાડવામાં આવેલુ છે કે, કોઈ પણ ક્લાસ ચાલુ ન થાય. કલાસ સંચાલકોની રજૂઆત હતી કે, અમને આમાંથી મુક્તિ આપવામાં આવે ચેકિંગ કરવામાં આવે. એ લોકોએ જે આવેદન આપેલું છે તેને અમે યોગ્ય ઓથોરીટી સુધી પહોંચાડીશુ.

(12:16 pm IST)
  • સાણંદ જીઆઇડીસી નજીક કેમિકલ ફેકટરીમાં આગ લાગી:સાણંદ જીઆઇડીસી નજીક આવેલ ઉમા એસ્ટેટ કેમિકલ ફેકટરીમાં મોડી સાંજે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડી ગયેલ છે. access_time 9:50 pm IST

  • રાહુલને અમદાવાદની કોર્ટમાં હાજરી આપવામાંંથી મુકિત : રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસનો મામલોઃ મેટ્રો પોલીટન કોર્ટમાં હાજર થવામાંથી મુકિત માંગીઃ નહેરૂની ૫૫મી વરસી હોવાથી માંગી મુકિતઃ કોર્ટે કારણો જોતા રાહુલ ગાંધીને મુકિત આપીઃ જુલાઇના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરાશે access_time 1:16 pm IST

  • છીંદવાડાની ભાવના માઉન્ટ એવરેસ્ટ સર કરનારી મધ્યપ્રદેશની પ્રથમ મહિલા બની :ભાવના દેહરીયાએ વિશ્વની સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડવાવાળી મધ્યપ્રદેશની પહેલી મહિલા બની access_time 1:21 am IST