Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી- અમિત શાહનો વિજય ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ મનાવાયો

કોઇ આતશબાજી, ઢોલ-નગારાના અવાજ નહી : ખાનપુરમાં ભાજપ કાર્યાલયની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં હજારોની જનમેદની ઉમટી : કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારા

અમદાવાદ, તા.૨૬ : દેશમાં સતત બીજી વખત જંગી બહુમતી મેળવી ભાજપની સરકાર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સાંજે ખાનપુર ભાજપ કાર્યાલય પાસે જનસભા સંબોધન દરમ્યાન તેમણે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરની જનતાનો આભાર માન્યો હતો.  જો કે, સુરતના ગોઝારા આગકાંડને લઇ મોદી અને અમિત શાહના સ્વાગતથી માંડી ભાજપની ઐતિહાસિક જીતના વિજયોત્સવ અને ઉજવણીને એકદમ સાદગીપૂર્ણ અને સામાન્ય રખાઇ હતી. કોઇ આતશબાજી, અબીલ-ગુલાલની છોળો કે ઢોલ-નગારા કે ત્રાંસા, શંખનો અવાજ કે શોરબકોર કરવામાં આવ્યા ન હતા. બહુ શાંતિપૂર્ણ અને સાદગીપૂર્ણ વાતાવરણ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આમ કરી ભાજપે મૃતકોના મોતનો મલાજો જાળવવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી ખાદીના સફેદ કુર્તા-પાયજામાં વિશેષ ધ્યાન ખેંચતા હતા. એરપોર્ટથી ખાનપુર સુધીનો મોદીનો કાફલો સાદગીપૂર્ણ અને શાંત વાતાવરણ વચ્ચે જ પસાર થયો હતો, જે પણ નોંધનીય બની રહ્યું હતું. હવે તા.૩૦મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા. ગુજરાત આવી રહેલા મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા  સાદગીપૂર્ણ સ્વાગત કરાયું હતું. સુરત આગકાંડના શોકને લઇ અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોક ખાતેના ઐતિહાસિક ભાજપ કાર્યલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવાનું ટાળી સાદગીપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહી, અમદાવાદ એરપોર્ટથી ભાજપ કાર્યાલય સુધી વિજયોત્સવ અને વિજયી સરઘસ કાઢવાનું પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું અને સાદગીપૂર્ણ યાત્રા કરી દેવાઇ હતી. ચૂંટણી પરિણામાબાદ મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા હોઇ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ સ્પષ્ટ જણાતો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ તેમની સાથે જ આવ્યા હતા. બંને મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજયપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મેયર બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવો દ્વારા એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયુ હતુ અને ત્યાંથી મોદી એરપોર્ટથી ડફનાળા ચારરસ્તા, રીવરફ્રન્ટ થઇને સાંજે ૬-૩૫ કલાકે ખાનપુર જે.પી.ચોક ખાતે પહોંચ્યા હતા. અહીં ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવાનો હતો પરંતુ સુરત આગકાંડને લઇ ઉજવણી અને વિજયોત્સવ સાદગીપૂર્ણ કરી નાંખવામાં આવ્યા હતા. મોદી અને અમિત શાહ અહીં આભારદર્શન- જનસભા સંબોધન કર્યું અને પ્રજાજનોનું અભિવાદન કર્યું હતું. પરિણામો બાદ મોદીની આ પ્રથમ જાહેર સભા યોજાઇ હતી. ખાનપુરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ગાંધીનગર માતા હીરાબાની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમના શપથગ્રહણ પહેલાં માતા હીરા બાના આશીર્વાદ મેળવ્યા હતા. આવતીકાલે સોમવારે રાજભવનથી મોદી અમદાવાદ એરપોર્ટ દિલ્હી

(9:34 pm IST)