Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

અમદાવાદમાં રવિવારે રેકોર્ડબ્રેક ગરમી : તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઉનાળો અસહ્ય બન્યો છે તાપમાનનો પારો  ચરમ પર પહોંચી ગયો છે. શરીર દઝાડતી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ગરમીનો પારો સીઝનના રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી ગયો. કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું જ્યાં મહત્તમ તાપમાન 46.3 ડિગ્રી રહ્યું જ્યારે અમદાવાદમાં ગરમીએ સીઝનનો રેકોર્ડ તોડતા 45 ડિગ્રી નોંધાઈ.છે 

 અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. લૂ લાગવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે.

(7:45 am IST)