Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

વાલિયા - નેત્રંગ રોડ પે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ત્રણના મોત : એક મહિલાને ઇજા

વાલિયા-નેત્રંગ રોડના વાગલખોડ અને ભીલોડ વચ્ચેના રોડ પર બે બાઇક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નીપજયા હતા. જયારે એક મહિલાને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ હતી.

  મળતી વિગત મુજબ વાલિયા-નેત્રંગ રોડ પરના વાગલખોડ અને ભીલોડ ગામ વચ્ચેના રોડ પેશન પ્રો બાઇક નં.GJ-16-AL- 8051 અને સ્પલેન્ડર બાઇક નં.GJ – 22 – A - 0779 પુરઝડપે એકબીજા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ભાટપોરના નદી ફળીયામાં રહેતા ૩૦ વર્ષીય નિલેશ કાનજી વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે બાઇક પાછળ સવાર પાર્વતીબેન નિલેશ વસાવાને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં ખસેડાઇ હતી.

(9:30 pm IST)