Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

અમદાવાદ-વડોદરા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત

મૃતકોમાં બે પુરુષ,ત્રણ મહિલા અને એક બાળકનો સમાવેશ

આણંદઃ અમદાવાદ -વડોદરા નેશનલ હાઇવે પર  ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા છ લોકોના કરૂણમોત નિપજ્તા હાહાકાર  મચી જવા પામ્યો છે

   અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ-વડોદરા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટના આણંદના અડાસ ગામ પાસેની છે. મૃતકોમાં 2 પુરુષ, 3 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે.

  સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. અને તમામના મૃતદેહનો પીએમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

(7:31 pm IST)