Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

બનાસકાંઠામાં પાણીની તરસ છુપાવવા થતા પાણીમાં ગરકાવ થઇ જતા બે બાળકોએ અને જીવ ગુમાવ્‍યા

બનાસકાંઠા : બનાસકાંઠામાં પાણીની પરત છીપાવવા જતા પાણીમાં ગરકાવ થઇ જતા બે બાળકોએ જીવ ગુમાવ્‍યો છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના જાદલા ગામ પાસેથી નીકળી રહેલ નર્મદા કેનાલમાં બે બાળકો તરસ છીપાવવા માટે પાણી લેવા જતા મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે.

સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંને બાળક ગરમીમાં જઈ રહ્યા હતા તે સમયે તેમને તરસ લાગતા પાણીની પ્યાસ બુજાવવા માટે નર્મદા કેનાલ પાસે ગયા, અહીં બંને બાળક નર્મદા કેનાલના ઢાળમાં પાણી પીવા ઉતર્યા, તો લીલના કારણે તેમનો પગ લપસતા બંને લોકો કેનાલમાં ઘરકાવ થઈ ગયા, અને માસુમોના મોત નિપજ્યા.

તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોની લાસને શોધી બહાર કાઢવામાં આવી છે. મામલાની તંત્રને જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો, પોલીસે બંને બાળકોની લાસને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી છે, સાથે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉનાળો શરૂ થયા બાદ એક-બે દિવસના અંતરે રાજ્યના અલગ અલગ સ્થળેથી ડુબવાથી મોતના સમાચાર મળતા રહ્યા છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં 2 લોકોના મોત, જ્યારે નિનાઈ ધોધમાં ચાર યુવકો ડુબ્યા હતા. પહેલા સાબરકાંઠાના કામિયોલના કેશપુરા કંપામાં પણ 3 બાળકોના તળાવમાં ડુબી જવાથી મોતના સમાચાર આવ્યા હતા. સિવાય સુરેન્દ્ર નગરના વઢવાણમાં બોળા તળાવમાં ન્ગહાવા પડેલા ત્રણ વિદ્યાર્થીના મોત પણ હમણાં થયા હતા, બાજુ વાપીના નામધામાં પણ તલાવમાં ન્હાવા પડેલા 10 બાળકમાંથી ત્રણના ડુબવાથી મોત નિપજ્યા હતા.

(12:19 am IST)