Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા કેડીસી બેંકના ડિરેક્ટર દિલીપ પટેલઃ માતાજીના દર્શને આવતા ભાવિકો માટે છાશનું વિતરણ

સોજીત્રાઃ આશાપુરી ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને કેડીસીસી બેંકના ડિરેક્ટર દિલીપ પટેલ શિવમે અગાઉ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં નેત્રનિદાન કેમ્પો, નિ:શુલ્ક ચશ્મા વિતરણ, પગરખાદાન જેવા સેવાલક્ષી કાર્યો હાથ ધર્યા બાદ તાજેતરમાં પીપળાવ આશાપુરી મંદિરમાં ધખધખતા ઉનાળામાં દર્શન કરવા આવેલા શ્રદ્ઘાળુઓને નિ:શુલ્ક ધોરણે છાશનું વિતરણ કરીને માનવતાની સરવાણી વહેતી કરી છે. 

સોજીત્રા પંથકના ગ્રામ્ય-સીમ વિસ્તારોની આંગણવાડીઓમાં બળબળતી બપોરે પગરખાં વિના ખુલ્લા પગે આવતા આંગણવાડીના ભુલકાઓની વ્યથાને ધ્યાને લઈને ગામે-ગામ ફરીને બાળકોને વિનામૂલ્યે પગરખાનું વિતરણ કર્યું છે. યાત્રાએ જતા સંઘો માટે ઠંડુ પાણી, સરબત કે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવા સહિત ધાર્મિક-સામાજિક કાર્યોમાં સમયાંતરે દાનની સરવાણી વહેતી કરી છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં જીવસૃષ્ટિની મુખ્ય જરૂરિયાત પાણી માટે માર્ગ ઉપર પસાર થતા રાહદારીઓની તૃષા છીપાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી મફત ઠંડા પાણીની પરબ કાર્યરત કરી છે. જોકે તેઓના સેવાકાર્યો માત્ર આટલે થી જ અટકતા નથી. ૪૨ ડિગ્રી ગરમી વચ્ચે અસીમ આશાથી મા આશાપુરીના શ્રદ્ઘાધામમાં ઉમટેલા ગામ-પરગામના શ્રદ્ઘાળુઓની તૃષા છીપાવવા માટે સોજીત્રા તાલુકા ભાજપ યુવા મોરચા તથા દિલીપભાઈ ડી. પટેલના સહયોગથી દિવસભર ઠંડી છાશનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું. તેઓની સાથે ગામના પૂર્વ સરપંચ રજનીભાઈ પટેલ તથા તાલુકા યુવા મોરચાના પ્રમુખ સતીષ સોલંકી, હિતેશગીરી ગૌસ્વામી, ચિરાગ દેવ સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં મદદરૂપ બન્યા હતાં. 

(6:28 pm IST)