Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોટાઆંબા ગામમાં નજીવી બાબતે ત્રણ ભાઈઓએ લોખંડની પરાઈ મારી પિતા-પુત્રને ઇજાઓ કરતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મોટાઆંબા ગામમાં નજીવી બાબતે ત્રણ ભાઈઓએ હુમલો કરી પિતા-પુત્રને લોખંડ ની પરાઈ મારી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોટાઆંબા ગામે રહેતા નગીનભાઇ જેઠાભાઇ તડવીની ફરિયાદ અનુસાર તેમનો છોકરો નરેશ ગામામાં લગ્ન હોય લગ્નમાં જઈ પરત પોતાના ઘરે આવતો હતો તે વખતે રસ્તામાં ગામનો કમલેશભાઈ સુમનભાઇ તડવી તેને ગમે તેમ ગાળો બોલતા નરેશે ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશકેરાઈ જઈ ઝપા ઝપી કરવા લાગેતા નરેશ ત્યાંથી ભાગી ને પોતાના ઘરે જઈ પિતા ને આ બનાવ બાબતે જાણ કરેલ તે વખતે કમલેશભાઈ સુમનભાઇ તડવી,દિલીપભાઈ સુમનભાઇ તડવી અને મનિષભાઇ સુમનભાઇ તડવી રહે.મોટાઆંબા ત્યાં આવી
નરેશ સાથે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ જેથી પિતા વચ્ચે પડતા કમલેશે લોખંડની નાની પરાઇ નો સપાટો તેમને ડાબા હાથે મારી ફેકચર કરી તથા  નરેશને હાથની હથેળીના ભાગે ઈજાઓ કરી એક બીજા ની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:27 pm IST)