Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રાજપીપળા આનંદ હોસ્પિટલ પાસે ઇકો ગાડીમાં સાત માણસો બેસાડનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા ની આનંદ હોસ્પિટલ પાસે ઇકો ગાડીમાં સાતેક માણસો બેસાડનાર ચાલક વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પીએસઆઇ આઈ.આર.દેસાઈ ની ફરીયાદ મુજબ રાજેશભાઈ જગલાભાઈ વસાવા રહે . બિતાડા તા.નાંદોદ એ આનંદ હોસ્પીટલ પાસે ગે.કા.રીતે જાહેરમાં પોતાની GJ - 16 - BK - 6179 પોતાની ઈકો ગાડીમાં સાતેક માણસો બેસાડી લાવી જાહેરનામા નો ભંગ કરતા રાજપીપળા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:14 pm IST)