Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વલસાડ જિલ્લામાં કોરોના આજે વધું ૯ને ભરખી ગયો :આજે જીલ્લામાં ૧૨૨ નવા કેસો

 ( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી:વલસાડ જિલ્લાના તાલુકા માં પણ કોરોના મચક આપવા ને બદલે દરરોજ તેનું જાણે પ્રમાણ વધતું હોય તેમ કેસો સતત વધી રહિયા છે.

 કેસો વધવા સાથે આજે તો ૯ દર્દી ઓ કોરોના સામે જંગ હારી જતા સવત્ર શોક ની લાગણી ફેલાયેલ છે.
  આજે જીલ્લા ના તાલુકા ઓ માં વલસાડ ૬૦, વાપી ૧૦, ધરમપુર ૧૪, પારડી ૦૭, ઉમરગામ ૦૬, અને કપરાડા ૨૫ નવા કેસો મળી કુલ આજે ૧૨૨ નવા કેસો નોંધાયા છે.જોકે આજે ૩૬ દર્દીઓ સાજા થઈ તેમની ઘરે ગયા છે.

(6:43 pm IST)