Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ધનસુરા તાલુકાના બિલવણીયા ગામ નજીક રિક્ષાની હડફેટે બાઈક ચાલકનું મોત નિપજતા ચકચાર

ધનસુરા:તાલુકાના બીલવણીયા ગામ નજીક રોડ પર રીક્ષાની ટક્કર વાગતા બાઈક ચાલકનું મોત નીપજયું હતું. જયારે મૃતક બાઈક ચાલકની પત્નિ તથા એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી.જે અકસ્માત સંદર્ભે રીક્ષા ચાલક વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ હતી.  ધનસુરા તાલુકાના સરખંડી ગામના વિષ્ણુભાઈ અમરતભાઈ પગી પોતાની બાઈક લઈ ધનસુરાથી માલપુર રોડ પર જતા હતા.તે દરમ્યાન તાલુકાના બીલવણીયા ગામ નજીક રીક્ષના ચાલકે પોતાના કબ્જાની રીક્ષા ને પુરઝડપે,બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી બાઈકને સામેથી ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક વિષ્ણુભાઈ (..૩૦) રહે.સરખંડી નાઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જયારે તેમની પત્નિ મુન્નીબેન તથા જીતેન્દ્રભાઈ ગૌતમભાઈ દામા ને ઈજાઓ પહોંચાડી રીક્ષા ઘટના સ્થળે મૂકી નાસી જતાં મૃતકના કુટુંબી કડવાભાઈ સાયબાભાઈ પગી રહે.સરખંડી નાઓએ રીક્ષા ચાલક વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:36 pm IST)