Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વડોદરા:શાકભાજીના હોલસેલ વેપારીની સ્કૂટરની ડિકીમાં મુકેલ 75 હજારની રોકડ ચોરી જનાર ગઠિયાને ઝડપવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાં શાકભાજીના હોલસેલ વેપારીની સ્કૂટરની  ડીકીમાં મુકેલા રોકડા રૃપિયા ૭૫ હજાર ચોરી જનાર આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે પાણીગેટ  પોલીસે શોધખોળ હાથ ધરી છે.

બીલ ગામના રોડ પર આવેલા આર્ય એક્ઝોટિકા ફ્લેટમાં રહેતા ધવલ દશરથભાઇ પટેલની સયાજીપુરા .પી.એમ.સી.માર્કેટમાં ઓમભોલે સાંઇ ટ્રેડર્સ નામની દુકાન છે.અને શાકભાજીનો વેપાર કરે છે.મારા ભાગીદાર તરીકે સુનિલ નામદેવભાઇ ગુરનાણી છે.ગત તા.૧૬ મી ના રોજ હું મારી દુકાનેથી વકરો રૃપિયા ૭૫ હજાર લઇને સ્કૂટરની ડીકીમાં મુકીને આજવારોડ પર આવેલી એચ.એફ.ડી.સી.બેન્કમાં ભરવા માટે ગયો હતો.પરંતુ,બેન્કમાં બહુ ભીડ હોય હું ઘડિયાળી  પોળમાં આવેલી આંગડિયા પેઢીમાં હવાલા મારફતે રૃપિયા મોકલવા માટે નીકળ્યો હતો.આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલા  પાનના ગલ્લા  પર હું પડીકી ખાવા માટે ઉભો હતો.અને સ્કૂટર હોસ્પિટલથી થોડે દૂર પાર્ક કરી હતી.અને પડીકી લઇને હું આંગડિયા પેઢીમાં ગયો હતો.ત્યાં જઇને જોયુ તો ડીકીમાંથી રૃપિયા  ગાયબ હતા.જેથી,મેં મારા પાર્ટનરને ફોન કરીને બોલાવ્યો  હતો.ત્યારબાદ હું કામમાં વ્યસ્ત હોય ફરિયાદ કરવા આવી શક્યો નહતો.

(5:35 pm IST)