Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વડોદરાની સમરસ હોસ્પિટલમાં કોવીડ સેન્ટરમાં વૃદ્ધનુ મૃત્યુ નિપજતા પરિવારના લોકોએ હોબાળો મચાવ્યો

વડોદરા: શહેરની સમરસ કોવિડ સેન્ટરમાં સારવાર લેતા ૬૦ વર્ષના વૃદ્ધનું બાથરૃમમાં પડી જવાથી મોત થતા તેના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.અને એક તબક્કે તો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

દાહોદના લીમખેડામાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધને કોરોના થતા ગઇકાલે બપોરે તેઓને સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા હતા.અને સમરસ કોવિડ સેન્ટરમાં સારવાર  માટે દાખલ કરવામાં આવ્યા હતા.તેમના પુત્રને આજે સવારે કોવિડ સેન્ટરમાંથી કોલ આવ્યો હતો કે,તમારા પિતાનું મોત થયુ છે.તેમના  પુત્રએ સેન્ટરમાં આવીને તપાસ કરતા પિતાને માથામાં ગંભીર ઇજા થઇ હતી.સ્ટાફને પૂછતા સ્ટાફે  જણાવ્યુ હતું કે,તમારા પિતા બાથરૃમમાં જતા સમયે પડી જતા ઇજા થતા મોત થયુ છે.તેમના પુત્રએ જણાવ્યુ હતું કે,અમે  સીસીટીવી ફૂટેજની માંગણી કરી છે.અને અમને નહી મળે તો મૃતદેહ નહી લઇ જઇએ.

પરંતુ,ત્યારબાદ સ્ટાફ અને અન્ય સગાઓની સમજાવટથી મામલો થાળે પડયો  હતો.મૃતકના  પુત્રએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,મારા પિતાને સારવાર પણ યોગ્ય રીત ેઆપવામાં આવતી નહતી.

(5:32 pm IST)