Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વડોદરામાં જીપ ડ્રાઈવરે બે મિત્રો પર ચાકુથી જીવલેણ હુમલો કરી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરનાદંતેશ્વર વુડાના મકાનમાં રહેતા મેહુલ ભરતસિંહ દરબારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,હું બરોડા સેન્ડવિચમાં નોકરી કરૃ છુ.મારા પિતા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ચ્હાની દુકાન પર  નોકરી કરે છે.ગઇકાલે અમારા વુડાના મકાનમાં આવેલા પાણીના સંપની મોટર બગડી ગઇ  હોય જેથી,તેને રિપેર કરવા માટે સાંજના સમયે રૃપિયા ઉઘરાવવા માટે ગયા હતા.રૃપિયા ઉઘરાવીને હું તથા અન્ય લોકો બ્લોક નંબર- પાસે ઉભા હતા.તે દરમિયાન એક બોલેરો જીપ સ્પીડમાં આવી હતી.અને અમારી પાસેથી પસાર થઇન ેથોડે દૂર જઇને ઉભી  રહી  હતી.જેથી,અમે જીપની પાસે જઇને તેના ડ્રાયવરને કહ્યુ હતુ ંકે,ગાડી કાળજી પૂર્વક ધીરે થી ચલાવ.પરંતુ,જીપના ડ્રાયવરે નીચે ઉતરીને અમારી સાથે ઝઘડો શરૃ કર્યો  હતો. ગાળો બોલતો હતો.મેં તેને ગાળો બોલવાની ના પાડતા તે મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.ડ્રાયવરે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને મારા પર હુમલો કરી પેટના ભાગે ઇજા પહોંચાડી હતી.મને છોડાવવા વચ્ચે પડેલા મારા મિત્ર રાહુલ પરમારને પણ ડ્રાયવરે ધમકી આપી હતી.અને રાહુલને પેટની ઉપરના ભાગે લીવર પર ગંભીર ઇજા કરી હતી.મેં બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.અને અમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.રાહુલને વધુ ગંભીર ઇજા થઇ  હોય તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં તેની સારવાર ચાલુ છે.અને તેની હાલત નાજુક છે.

(5:27 pm IST)