Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વડોદરા: સુરતના જમીન દલાલ સહીત ટ્રક ડ્રાઈવરને ચપ્પુની અણીએ રાખી લૂંટ ચલાવનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:સુરતના જમીન દલાલ તથા ટ્રક ડ્રાયવરને એરગન તથા ચપ્પુ બતાવીને ડરાવી  કારમાં બેસેલા લોકો  પાસેથી .૦૭ લાખની મત્તાની લૂંટ ચલાવનાર આરોપીને જામીન પર છોડવાની કોર્ટે ના પાડી દીધી છે.

કરજણના કંડારી ગામની સીમમાં આવેલા મારૃતિ કારના શોરૃમની બાજુમાં ઉભેલા ટ્રક ડ્રાયવર તથા ક્લીનરનેે ધમકાવી બાઇક પર આવેલા બે લૂંટારાઓ ,૫૦૦ રૃપિયા લૂંટી ગયા હતા.તેમજ ટ્રકની પાસે ઇનોવા કાર લઇને ઉભેલા જમીન દલાલ સંદિપ વાડીલાલ મહેતા (રહે.પારસમણી એપાર્ટમેન્ટ રાંદેર રોડ સુરત)ને એરગન તથા ચાકુ બતાવીને તેમની પાસેથી લાખના સોનાના દાગીના લૂંટી લીધા હતા.જે ગુનામાં કરજણ પોલીસે આરોપી શ્રવણ રમેશભાઇ હાડદા ( રહે.મોટા છાપરા,તા.ધોળકા,જિ.અમદાવાદ)ને ઝડપી  પાડયો હતો.આરોપીએ જામીન પર મુક્ત  થવા માટે કરેલી અરજી કરજણ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.સરકાર તરફે વકીલ રમેશ ગ્યાનચંદાણી રજૂઆત કરી હતી.

(5:27 pm IST)