Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમદાવાદના ખોખરામાં ભર ઉનાળે રોડ પર ભુવો પડવાનો સિલસિલો યથાવત:લોકોને હાલાકી

અમદાવાદ: સ્માર્ટસિટી અમદાવાદમાં ભર ઉનાળામાં પણ રોડ પર મોટા ભુવાઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ખોખરા-હાટકેશ્વરને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાસે આજે મોટો ભુવો પડયો હતો. જેને લઇને મ્યુનિ.તંત્ર દ્વારા સલામતીના કારણોસર ભુવાની ફરતે બેરિકેડ લગાવી દેવાઇ હતી

ખોખરા, અમરાઇવાડી, હાટકેશ્વર, જશોદાનગર, ઓઢવ, નિકોલ સહિતના વિસ્તારોમાં  બારેમાસ ભુવાઓ પડતા રહેતા હોય છે. વર્ષો જુની પાણી-ગટર લાઇનો હોવાથી તે વારંવાર ઠેકઠેકાણેથી લીકેજ થતી રહેતી હોય છે. જેના કારણે જમીનની અંદરથી માટી ધોવાઇ જતી હોવાથી શહેરના માર્ગો પર એકાએક ભુવાઓ પડી રહ્યા છે. તાજેતરમાં ઓઢવ રિંગ રોડ પર પામ હોટલ પાસે ખૂબ મોટો ભુવો પડયો હતો. જેના કારણે રિંગરોડ પરના વાહનવ્યવહારને અસર પણ થવા પામી હતી. ખોખરામાં આજે રોડની વચ્ચે ભુવો પડતા વાહનવ્યવહારને અસર થવા પામી હતી. અંગે મ્યુનિ.તંત્રને જાણ કરતા તેઓ તંત્ર દ્વારા તદેકારીના ભાગરૂપે બેરિકેડ-આડશો મૂકી દીધી છે.

(5:26 pm IST)