Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

તબીબ અને સ્ટાફ સાથે દર્દીઓના સગાઓ દ્વારા ઘર્ષણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો

કોરોના મહામારી વચ્ચે પોલીસ ઉપર નવી જવાબદારી, ગુજરાતના તમામ સીપીઓ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવી પડી : વડોદરામાં પીઆઇ કિરીટ લાઠિયાની દરમિયાગીરીથી અન્ય દર્દીઓની સારવાર શરૂ થઇ, સંજય શ્રીવાસ્તવ, મનોજ અગ્રવાલ, અજય તોમર દ્વારા તકેદારીરૂપે પ્રસંશનીય કામગીરી, અજય કુમાર ચૌધરી, એચ.આર. મુલિયાણા, અનુભવી એસીપીઓ ડી.વી.બસિયા, રાજકોટ, સુરતમાં આર.આર. સરવૈયા, જય પંડ્યા અને સાણંદના કે.ટી.કામરિયા સક્રિય

રાજકોટ,તા.૨૭ : કોરોના મહામારી વચ્ચે લોકો પોતાના સ્વજનો માટે ઓકિસજન,બેડ કે ઈન્જેકશન મેળવી શકતા નથી અને પોતાના નિકટના પરિવારજનોની હાલત જોઇ મેડિકલ સ્ટાફ અને તબીબો સાથે અને નિયમ પાલન કરાવતા પોલીસ સ્ટાફ સાથે ઘર્ષણના બનાવોની સંખ્યા સમગ્ર ગુજરાતમાં વધવા લાગી છે, જે ચિંતાનો વિષય બની છે.                     

 પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આવી ફરિયાદો ખૂબ વધવા લાગી છે અને દ્યણા કિસ્સામાં તો પોલીસ વચ્ચે પડી સમાધાન કરાવી દર્દીઓ માટે બેડની પણ વ્યવસ્થા કરવા ભરપૂર પ્રયત્નો પણ કરે છે.      

ઘણા કિસ્સાઓમાં તો દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ સ્ટાફ તથા તબીબો સામે આક્રોશ વ્યકત કરી મૃત દેહ ન સાંભળવાની ઘટનાઓ પણ બનવા લાગી છે.                                         

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ અને એડી.સીપી.ચિરાગ કોરડીયા દ્વારા આવા કિસ્સામાં તાત્કાલિક મામલો શાંત કરી અન્ય દર્દીઓની સારવારમાં અસર ન થાય તે માટે શી ટીમને વ્યવસ્થા સુપરત કરી છે,વડોદરાની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલમાં આવી સમસ્યા સર્જાતા વડોદરા પીઆઇ કિરીટ લાઠિયાને પોલીસ કન્ટ્રોલ દ્વારા જાણ થતાં મામલો થાળે પડ્યો હતો,અને અન્ય દર્દીઓની સમયસર સારવાર શરૂ થઇ હતી.                                          

રાજકોટના ખ્યાતનામ તબીબ અને લોકોને કોરોના સામે સતત જાગૃત રાખતા સેવાભાવી તબીબ ડો. રાજેશ  તેલી દ્વારા પણ ચિંતા વ્યકત થઇ છે, તેવો દ્વારા આ સમય એક બીજાનો વાંક કાઢવાનો નહિ પરસ્પર સહકાર અને વિશ્વાસથી આ કપરો અને કસોટી વાળો સમય પાર પાડવા પર્ ભાર્ મુકાયો છે,  ડો. રાજેશ તેલી કહે છે કે તબીબ અને સ્ટાફ પણ માણસ છે,તેમની પાસે આજે તેમની કેપિસીટિ કરતા ૧૦ ગણુ કામ છે ત્યારે તેમનો ઉત્સાહ વધે તે પ્રકારે લોકો કાર્યરત થાય તે જરૂરી છે,જાણીતા તબીબ ડો. દીપક રાયચુરા પણ આવા પ્રકારનો મત ધરાવે છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા આ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે, જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરી આવા પ્રકારની ઘટનાઓ સમયે જાતે જ કુનેહપૂર્વક તમામ બાબતો હેન્ડલ કરી રહ્યા છે,રાજકોટ પોલીસ કમિશનર પણ સજાગ છે,ક્રાઈમ બ્રાન્ચ એસપી ડી.વી.બસીયા વિગરે સક્રિય છે.                                     

સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પોતાનો અમદાવાદ જોઇન્ટ સીપી કાર્યકાળ અનુભવ આધારે આ મામલે ખૂબ સક્રિયતા દાખવી છે,એડી.સીપી એચ આર.મુલિયાણા, એસીપી ક્રાઇમ આર. આર.સરવૈયા, એસીપી જય પંડ્યા વિગરેને ખાસ ફરજ સુપરત થાય છે.

(4:37 pm IST)