Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ગુજરાતના ગૌરવવંતા વૈજ્ઞાનિક ડો. મુકેશ શુકલ દ્વારા અસરકારક આયુર્વેદિક આવિષ્કાર

વાયરોજિતઃ વાયરલ ઇન્ફેકશન સામે રામબાણ ઇલાજ

આયુષી બાયોટેકના સ્થાપક ડો. શુકલ યુનોના માન્ય લેકચરર છે અમેરિકા-ઇંગ્લેન્ડ વગેરે દેશોમાં લેકચર આપ્યાઃ મધ્યપ્રદેશમાં અત્યાધુનિક લેબોરેટરી ધમધમે છે : પ્રતિકાર શકિત વધારે, વાયરલને નિયંત્રિત કરે : ૩૪ વર્ષના દીર્ધ અનુભવ બાદ ગહન રિસર્ચ પછી વાયરલ સામે પાવરફુલ કેપ્સ્યુલ નિર્માણઃ અનેક દર્દીઓ પર સફળ પ્રયોગ બાદ AMAZON પર મૂકી : ગુજરાત સરકાર તથા ભારત સરકાર (FSSI) દ્વારા વાયરોજિતને મંજુરી 'વાયરોલોજી' ટેબ્લેટ - કેપ્સ્યુલ હાલમાં એમેઝોન ઉપર ઉપલબ્ધ છે : જે ૪-૫ દિવસમાં ઘેર બેઠા મળી જાય છે ?

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે વૈજ્ઞાનિક ડો.મુકેશ શુકલ, રાજુભાઇ દોશી તથા અન્ય અગ્રણીઓ નજરે પડે છે. : વાયરોજિત કેપ્સ્યુલના સંશોધક ડો. મુકેશભાઇ શુકલ

રાજકોટ તા. ર૭ : વાયરલ ઇન્ફેકશને હાહાકાર મચાવ્યો છે. ત્યારે આશાભર્યા સમાચાર મળ્યા છે. વાયરલ ઇન્ફેશન સામે ગુજરાતના ગૌરવવંતા વૈજ્ઞાનિક ડો. મુકેશ શુકલે અસરકાર આયુર્વેદિક ઇલાજનો આવિષ્કાર કર્યો છે. ડો. શુકલે ૩૪ વર્ષના દીર્ધ અનુભવ અને તાજેતરના વાયરલ ઇન્ફેકશન પર ગહન રિચર્સ બાદ વાયરોજિત નામની કેપ્સ્યુલનું નિર્માણ કર્યુ છે.

મૂળ સુરેન્દ્રનગરના ડો. શુકલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરના વારયસ અંગે છ મહિલા અભ્યાસ તથા રિસર્ચ બાદ વાયરોજિત કેપ્સ્યુલ બની છે. અનેક પોઝીટીવ દર્દીઓ પર સફળ પ્રયોગ બાદ આ કેપ્સ્યુલ AMEZON દ્વારા માર્કેટમાં ઉપલબ્ધ કરાઇ છે. તેઓ કહે છે કે, આ કેપ્સ્યુલ શુદ્ધ આયુર્વેદિક છે. કોઇ આડઅસર નથી અને વાયરસ ઇન્ફેકશન પર પરિણામ લક્ષ અશર આપે છે.

વાયરોજિત કેપ્સ્યુલમાં મુખ્યત્વે ગળો, ત્રિકટુ, કાળ મેઘ, હળદર વગેરે છે. ગહન સંશોધન બાદ વિવિધ વનસ્પતિઓનું સંયોજન કર્યુ છે.

વાયરોજિત કેપ્સ્યુલનો ગુજરાત સરકાર તથા ભારત સરકાર (FSSI) એ મંજુરી આપી છે. પોઝિટીવ દર્દીને વાયરલની વધારે અસર હોય તો વાયરોજિત કેપ્સ્યુલ બે-બે કેપ્સ્યુલ સવાર-બપોર-રાત્રી ત્રણ વખત લેવાની રહે છે.અને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને સવાર સાંજ બે-બે કેપ્સ્યુલ લેવાની છે. ૬૦ કેપ્સ્યુલનું આંતરરાષ્ટ્રીય સ્તરનું પેકિંગ AMEZON પર ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ.૧૮૦૦ છે આ કેપ્સ્યુલ તાજેતરના તથા અન્ય અનેક વાયરલ ઇન્ફેકશનમાં અસરકારક પરિણામ આપવા સક્ષમ બની શકે છે. ડો.શુકલ કહે છે કે, વાયરોજિત કેપ્સ્યુલ શરીરમાં પ્રતિકાર શકિત વધારે છે. અને વાયરસને નિયંત્રિત કરે છે. અન્ય સારવાર ચાલુ હોય ત્યારે પણ આ કેપ્સ્યુલ વિશેષ રૂપે લઇ શકાય છે. ઉપરાંત સામાન્ય માણસ પ્રોટેકશન રૂપે પણ કેપ્સ્યુલ લઇ શકે છે. ડો.શુકલ દ્વારા સંશોધિત વાયરોજિતને બ્રિટીશ જનરલ ઓફ મેડિકલ સાયન્સે માન્ય કરી, પ્રથમ આર્ટિકલ રૂપે સ્થાન આપ્યું છે.

ડો. મુકેશ શુકલે ૧૯૮૬ ની સાલમાં આયુષી બાયોટેકની સ્થાપના કરી હતી. તેઓએ સતત રીચર્સ વર્ક કર્યુ છે. વિવિધ રોગોના ઇલાજ શોધીને પેટન્ટ મેળવ્યા છે. તેઓ મધ્ય પ્રદેશમાં અત્યાધુનિક લેબોરેટરી ધરાવે છે અને સંશોધનોમાં સતત વ્યસ્ત રહે છે.

વાયરોજિત અંગેની જરૂરી માહિતી AMEZONમાં ઉપલબ્ધ છે. વિશેષ વિગતો માટે ડો.શુકલનો સંપર્ક ઇ-મેઇલ :aushibiotechmh @gmail.com  ૫ર થઇ શકે છે.

  • વર્લ્ડ રેકોર્ડ ૩ વર્ષમાં ૭ પેટન્ટ
  • હાલ ટીબી અને થેલેસીમિયા પર રિસર્ચ ચાલુ

રાજકોટ તા. ર૪ : આયુષ બાયોટેકના સ્થાપક -સંચાલક ડો. મુકેશ શુકલે આરોગ્યલક્ષી વિવિધ સંશોધનોમાં દુનિયાને દંગ કરી છે ત્રણ વર્ષમાં સાત પેટન્ટનો વર્લ્ડ રેકોર્ડ તેઓના નામે નોંધાયો છે HIV, લીવર-કમળો, કોલેસ્ટ્રોલ, મેલેરિયા વગેરેના ઇલાજના પેટન્ટ ડો. શુકલે મેળવ્યા છે વાયરોજિતનો પણ તેમાં સમાવેશ થાય છે. હાલ ટીબી અને થેલેસેમિયા પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે.

તેઓ શુદ્ધ શાકાહારી છે અને તેમના દ્વારા નિર્માણ થતા ઇલાજો પણ પ્રાકૃત છે. ડો. શુકલ જર્મની અભ્યાસ કરવા ગયા ત્યારે શાકાહારી રહેવા બે વર્ષ જાતે રસોઇ બનાવી  હતી ડો. શુકલ મહાકાલ-શિવજીની કૃપા પ્રાપ્ત વૈજ્ઞાનિક છે.

જો કે ડો. શુકલ કહે છેકે, સમગ્ર સંશોધન યાત્રામાં રાજકોટ શાપરની રાજુ એન્જીનિયરિંગ લિમિટેડના રાજુભાઇ એન.દોશી સતત પ્રોત્સાહક સહયોગ આપે છે, જેનો હું આભારી છું.

(4:36 pm IST)