Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

બનાસકાંઠા પંથકમાં કોરોના અને અકસ્માતમાં એક જ પરિવારના ૩ના મોતથી લોહાણા સમાજમાં અરેરાટી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ર૭ : બનાસકાંઠા જીલ્લામાં રઘુવંશી લોહાણા પરિવારમાં ગઇકાલે એક જ પરિવારમાં ત્રણના કરૂણ મૃત્યુ થતા ઉ.ગુ.લોહાણા સમાજમાં અરેરાટી સાથે શોકની લાંગણી પ્રસરી જવા પામી છે.

બનાસકાંઠાના ભાભર પાસે આવેલા ઢેકવાળી ગામના સરપંચ જયંતીભાઇ ઠક્કરને ગઇકાલે કોરોના ભરખી ગયો છે અને કોરોનામાં તેમનું કરૂણ મૃત્ય થયું છે.

ત્યારે તેમના પુત્ર સુધીરકુમાર જયંતીલાલ ઠક્કર અને પુત્રી અનિતાબેન જયંતીલાલ ઠક્કર, દિયોદર નજીક વડાગામ પાસે માર્ગ અકસ્માતમાં તેમની ગાડી આઇ.ર૦ ઝાડ સાથે અથડાતા બન્ને ભાઇ-બહેનના કરૂણ મૃત્યુ થતા સમગ્ર લોહાણા સમાજ ઘેરાશોકની લાગણીમાં આવી ગયો હતો.

એકજ દિવસે પિતા-પુત્ર અને પુત્રીના કરૂણ દુઃખદ અવસાનથી સમગ્ર ભાભર, દિયોદરથરા શીહોરી ભાભર હારીજમાંથી લોહાણા સમાજ દ્વારા શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

(4:33 pm IST)