Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

દર્દીઓના સગા અને તબીબો વચ્ચે ઘર્ષણ રોકવાની જવાબદારી DYSP પ્રદીપસિંહ જાડેજા ટીમને સુપરત

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી દ્વારા કોઠાસૂઝ ધરવતા અધિકારીને જવાબદારી સોંપી

રાજકોટઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ૧ પીએસઆઇ અને ૧૦ પોલીસ જવાનોનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના ઘસારાના કારણે દર્દીઓના સગા અને ડોકટર ની સલામતી માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

આજરોજ જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, વંથલી પીએસઆઇ બી.કે.ચાવડા અને સ્ટાફના હે.કો. ભરતસિંહ, અરૂણભાઈ, માલદેભાઈ, સંજયભાઈ, અનકભાઈ, સહિતની ટીમ બંદોબસ્તમાં હતા ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સારવારમાં આવતા દર્દીઓને દાખલ કરવા માટે પણ વ્યવસ્થા સાંભળેલ હતી. જેમાં સારવારમાં આવતા દર્દીઓના સગા તથા દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જવાની તથા દાખલ કરાવવા સહિતની ફરજ પણ બજાવેલ હતી. જૂનાગઢ પોલીસના જવાનો જ્યારે સુરક્ષા સાથે દર્દીઓની સ્ટ્રેચરમાં લાઇ જવા સહિતનું સેવાનું કાર્ય સાંભળેલ ત્યારે ત્યાં હાજર લોકો, દર્દીઓ અને દર્દીના સગાઓ પણ ભાવ વિભોર થયા હતા.

આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના  માર્ગદર્શનમાં જૂનાગઢ પોલીસ દ્વારા કોરોના કાળમાં કપરી ફરજ  બજાવી, લોકોને કોરોના સામે સુરક્ષા સાથે સલામતી સહિત સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવાવામા આવેલ છે.

(4:33 pm IST)