Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમદાવાદમાં કાળમુખા કોરોનાએ 16 પોલીસ જવાનના જીવ લીધા : હજુ 395 કર્મીઓ સંક્રમિત

અત્યાર સુધી શહેર પોલીસના 2,016 કર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા.

અમદાવાદ : કોરોના મહામારીએ સામાન્ય જનતાથી લઇ નેતા અને સુરક્ષા જવાનો પણ તેમાં બાકાત રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસના કુલ16 જવાનોના કોરોનાથી મોત થયા. તેમાં પોલીસ કર્મીઓ અને SRPF જવાનોનો સમાવેશ થાય છે. હજુ 395 જવાનો કોવિડ-19ના સંક્રમણ સામે લડી રહ્યા છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી શહેર પોલીસના 2,016 કર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા.હતા

  DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે સિટી પોલીસના હજુ 395 જવાનો કોરોનાગ્રસ્ત છે. જોકે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે ને તેઓ સારવાર હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે શહેર પોલીસના મોટાભાગના સ્ટાફને કોરોનાની રસી આપી દેવાઇ છે.

 ઓક્સિજનની સ્થિતિ અને તેના માટે સુરક્ષા અંગે DCP હર્ષદ પટેલે  માહિતી આપી કે અત્યારે શેહરમાં 7 મેડિકલ એક્સિજન સપ્લાયર્સ છે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાન 24 કલાક સેવા આપી રહ્યા છે.

બીજી બાજુ રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં હોય છે. છતાં લોકો કરફ્યૂનો ભંગ કરી બહા નીકળી પડે છે. આવા કિસ્સામાં અમદાવાદમાં ગત શનિવારે 417 કેસો કરફ્યૂ ભંગના નોંધવામાં આવ્યા હતા અને 398 લોકોને પકડવામાં આવ્યા હતા. જ્યારે 180 લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,679 નવા કેસ સામે આવ્યા છે અને 1,827 દર્દી સાજા થયા છે.

(1:21 pm IST)