Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

લોક ડાઉન જરૂર હોય તે શહેર કે જીલ્લામાં લગાડવા કેન્દ્ર દ્વારા ગુજરાતને ખાનગીમાં સલાહ

તબીબ આલમ અને વેપારી આલમ અને અધિકારીઓની સલાહ મુજબ સંપૂર્ણ અમલ કરવો કે શું કરવું? : ટોચના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની ૨ દિવસથી મિટિંગ, ભારે ધમધમાટ

રાજકોટ તા.૨૭ : ગુજરાતમાં કોરોના મહામારી પરાકાષ્ઠા પર પહોંચતા અને દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળવો, ઓકિસજન મળવો ખૂબ જ મુશ્કેલ બનવા સાથે લોકોમાં ફેલાયેલ ભયનો માહોલ સામે વેપારી અને તબીબ આલમ દ્વારા સ્વૈરિછક લોક ડાઊનની માંગ વચ્ચે કેન્દ્ દ્વારા આખા ગુજરાતમાં લોક ડાઉન લાદવાને બદલે કેન્દ્ર દ્વારા એક ખાનગી એડવાયઝરી જાહેર કરી જે શહેર કે ગામમાં વધુ કેસો હોય ત્યાં લોક ડાઉન જેવા પગલાઓ ભરવા અપાયેલ સૂચના આધારે ટોચના ઓફિસર સાથે મુખ્યમંત્રી દ્વારા ગઈ કાલથી શરૂ થયેલ બેઠક આજે ફરીથી મળી હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.                                       

મોટાં ભાગનાં ગામોમાં અને શહેરમાં આભ ફટિયા જેવી સ્થિતિ હોય તમામ શહેર કે તમામ જીલામાં લોક ડાઉન લાદવુ કે કેન્દ્રની સૂચના મુજબ તબક્કવાર લોકડાઉન લાદવુ તેના નિર્ણય માટે ગાંધી નગરમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે, તેમ સૂત્રો જણાવે છે.

(1:00 pm IST)