Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ગુજરાતના રત્ન સમાન પદ્મશ્રી કવિ દાદુદાન ગઢવીની વિદાય: પરિમલભાઈએ હૃદયાંજલિ અર્પણ કરી

રાજકોટ : કહેવાયા જે ગુજરાતી સાહિત્યની જડીબુટ્ટી, તેમની અકાળે વિદાયથી સાહિત્ય જગતને મોટી ખોટ પડી. ગુજરાતના રત્ન સમાન, પદ્મ શ્રી કવિ દાદુદાન ગઢવી(કવિ દાદ)નું નિધન થયું છે. સદ્દગતના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ કપરા સમયમાં હિમ્મત મળી રહે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના.. આંધ્રના રાજ્ય સભાના સદસ્ય અને ખંભાળીયા (જામનગર)ના વતની, રિલાયન્સ પરિવારના વડીલ સદસ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ કવિ દાદને હૃદયાંજલિ અર્પી છે.

(9:24 am IST)