Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

કાળઝાળ ગરમીમાં વાવ પંથકના રણ વિસ્તારમાં વસતા વન્યજીવોનું અસ્તિત્વ ટકાવવા મુશ્કેલ

વાવ " આંતરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતો વાવ અને સૂઈગામ પંથકના રણ વિસ્તારને અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અભયારણનો અર્થ વન્યજીવોને નિર્ભય રીતે રણ વિસ્તારમાં હરી ફરી શકે, વન્યજીવોના અસ્તિત્વ ટકાવી રાખવા માટે રાજય સરકાર વાન વિભાગને જી.એફ.ડી.સી. યોજના અંતર્ગત વાવને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે

  . આ યોજના અંતર્ગત વન્ય જીવોને પીવા માટે પાણી અને હવાડા, છાંયા માટે વૃક્ષના રોપાઓનું વાવેતર કરવાનું હોય છે. જેથી આ અભયારણમાં વસતા ધુડખર, નીલ ગાય, હરણ, સસલાં, તીતર, શિયાળ, મોર જેવા વન્યજીવો મુકત મને જીવી શકે

  , જા કે એપ્રિલના અંતમાં આ રણવિસ્તારનું તાપમાન ૪૭ થી ૪૯ ડીગ્રી સરેરાશ રહે છે લૂ અને ગરમીનો પ્રકોપ જારી રહે છે તેથી ખુલ્લી જગ્યામાં ફરતા વન્યજીવો તરફડીને મોતને ભેટી જાય છે જા કે આ વિસ્તારમાં વન્યજીવોના રક્ષણ માટે વૃક્ષોના રોપાઓના વાવેતર માટે વપરાયેલી ગ્રાન્ટનું મોટા ભાગે બાળ મરણ થયુ છે. કારણ કે આ પંથકના અભ્યારણમાં કોઈ જગ્યાએ છાંયો જાવા મળતો નથી. કે વન્યજીવો માટે પુરતી પાણીની વ્યવસ્થા નથી. ૪૭ થી ૪૮ ડીગ્રી તાપમાનમાં પાણી એટલી હદે ગરમ થઈ જાય છે કે પાણી પીતાની સાથે વન્યજીવો તરફડીને મોતને ભેટે છે

(9:06 pm IST)