Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

સુરતમાં ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

સુરત: આકાશમાંથી આગ વરસાવતી ગરમીના કારણે સુરતમાં આગામી ત્રણ દિવસ ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગે લોકોને ગરમીથી બચાવવા એક્શન પ્લાન બનાવી અમલ શરુ કર્યો છે. બીઆરટીએસ સ્ટેન્ડ  પર લોકો માટે ઓ.આર.એસ સાથે પાણીની સુવિધા તેમજ બપોરે તમામ ગાર્ડન ખૂલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલે તા.૨૭મીએ શનિવારે ૪૪ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા હોવાની ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.ત્યારબાદ તા.૨૮ અને ૨૯ના રોજ અનુક્રમે પારો ૪૩ અને ૪૧ ડિગ્રી રહેવાની શક્યતાથી યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્રણ દિવસ સુરત માટે હિટવેવની હવામાના વિભાગની આગાહીને પગલે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે લોકોને ગરમીથી બચાવવા એક્શન પ્લાન બનાવ્યો છે. તમામ બીઆરટીએસ સ્ટેન્ડ પર ઓ.આર.એસ સાથે પાણી આપવાની સુવિધા આજથી શરૂ કરી દેવાઇ છે. આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશ્નર ડો.આશિષ નાયકે જણાવ્યું કે, જાહેર સ્થળો પર લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થાય તેવું આયોજન કરાયું છે. મ્યુનિ.ના હેલ્થ સેન્ટર પર આઇસપેકની સુવિધા ઉભી કરાઇ છે. ગરમીથી બચવા લોકોએ શું કરવું ? તેના બેનર ડિસ્પ્લે કરાયા છે. તેમજ બપોરે તમામ ગાર્ડન સામાન્ય રીતે બંધ રખાય તેને બદલે ખૂલ્લા રખાશે. આગામી મે મહિનામાં પણ વધુ ગરમી પડે તો લોકોને આ પ્રકારની સુવિધા માટે વિચારણા ચાલી રહી છે. 

(4:57 pm IST)