Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આશરા બચત યોજનાના નામે કોંગ્રેસના નેતા લોકોના નાણાં ડુબાડી ભૂગર્ભમાં !:લીંબાયત પોલીસમાં ફરિયાદ

૧૦૦થી વધુ લોકોના ૫૦ લાખ ચાંઉ કરી ગયાનો અંદાજ: શહેર કોંગ્રેસ મહામંત્રીનો હોદ્દો ધરાવતો નવલ પાટિલ વિધાનસભા ચૂંટણી બાદ ગાયબ

સુરત :આશરા બચત યોજનાના નામે કોંગી નેતા નવલ પાટિલ અનેક લોકોનાં નાણાં ડુબાડી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. લોભામણી સ્કીમ આપી લોકો પાસેથી ડેઇલી કલેક્શન પ્રમાણે ૧૦, ૫૦, ૧૦૦ સહિતની રકમ ઉઘરાવ્યા બાદ પાકતી મુદતે વ્યાજ સહિત રકમ પરત કરવાને બદલે પાટિલ ઘરને તાળાં મારી ભાગી ગયો હતો. અંદાજ પ્રમાણે ૧૦૦થી વધુ લોકોના ૫૦ લાખ રૃપિયા ફસાય ગયા છે. શહેર કોંગ્રેસ મહામંત્રી નવલ પાટિલ સામે લિંબાયત પોલીસમાં .૭૭ લાખના ચીટિંગનો ગુનો નોંધાયો છે

  પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં સંજયનગર ખાતે રહેતા ઉત્તમ નથ્થુભાઇ રંભાડ (ઉં.. ૫૪, મૂળ ભંડારા, માહારાષ્ટ્ર) મજૂરી કામ કરે છે. ત્રણેક વર્ષ પહેલાં નવલ તાપીરામ પાટિલ (રહે. સંજયનગર, લિંબાયત- મૂળ અમલનેર, જલગાંવ, મહારાષ્ટ્ર) જય ભવાની બચત યોજના સંચાલિત આશરા બચત યોજના સ્કીમના નામે રોકાણ કરાવી અનેક લોકોનાં નાણાં ડૂબાડી દીધા છે. ઊંચા વ્યાજ-વળતરની લાલચ આપી પાટિલે લોકોને જાળમાં ફસાવ્યા છે. જે અંતર્ગત પાટિલનો રાહુલ નામનો માણસ લોકો પાસે ડેઇલી કલેક્શન માટે જતો હતો. રૃપિયા ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ રૃપિયા ડેઇલી ઉઘરાવાતા હતા. ગરીબ-જરૃરિયાતમંદ લોકોએ સ્કીમમાં નાણાં રોક્યા હતા. ઉત્તમભાઇ રંભાડ ઉપરાંત તેમના દીકરાનાં નાણાં પણ સ્કીમ હેઠળ રોક્યા હતા.

  દરમિયાન પાકતી મુદતે ઉત્તમભાઇએ ૭૩,૧૦૦ અને તેમના દીકરાના ૨૩,૭૫૦ લેવાના નીકળતા હોય તેઓ નાણાં લેવા ગયા તો નવલ પાટિલ ઘરને તાળાં મારી અન્ડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. નવલ પાટિલે ૧૦૦થી વધુ લોકોના ૫૦ લાખ રૃપિયા ચાંઉ કરી ગયાનો અંદાજો છે. શહેર કોંગ્રેસ મહામંત્રીનો હોદ્દો ધરાવતો નવલ પાટિલ વિધાનસભા ચૂંટણી બાદ ગાયબ થઇ ગયો છે
  . નવલ પાટિલ ગત વર્ષ ૨૦૧૦માં લિંબાયતથી કોર્પોરેશનનું ઇલેક્શન પણ લડયો હતો. જોકે, તે હારી ગયો હતો. નવલ પાટિલના ઉઠમણાંને પગલે અનેક ગરીબ-જરૃરિયામંદ લોકોને માથે હાથ દઇ રોવાનો વખત આવ્યો છે. હાલ તો ઉત્તમભાઇ સહિત સાત લોકો પોલીસ ફરિયાદ માટે આગળ આવ્યા છે. લિંબાયત પોલીસ મથકે સાત વ્યક્તિના .૭૭ લાખ નવલ પાટીલ ચાંઉ કરી ગયો હોવાની ફરિયાદ નોંધાય છે. લિંબાયત પોલીસે નવલ પાટિલ સામે ચીટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(10:14 pm IST)