Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આગ ઓકતી ગરમીની વચ્ચે જનજીવનને માઠી અસર થઇ

સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી થયું : બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બન્યા : અમદાવાદ શહેરમાં આજે પારો વધીને ૪૨ સુધી પહોંચે તેવા સંકેતો

અમદાવાદ, તા.૨૭ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં વધુ વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યના ઘણા ભાગોમાં પારો વધીને ૪૨થી પણ ઉપર પહોંચ્યો હતો. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૨.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે અમરેલીમાં પારો ૪૨ સુધી રહ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં ૪૧થી ઉપર તાપમાન નોંધાયું હતું. આગ ઓકતી ગરમીના પરિણામ સ્વરુપે જનજીવન ઉપર અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર નહીં થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પણ પારો વધી શકે છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. પારો ૪૨થી પણ ઉપર અનેક જગ્યાએ પહોંચી ગયો છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે ૪૨ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે અનેક વિસ્તારોમાં પારો એકાએક વધ્યો હતો. આગામી બે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી  રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે.  હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૧.૯

ડિસા............................................................. ૪૧.૨

ગાંધીનગર.................................................... ૪૧.૫

ઇડર............................................................. ૪૧.૮

વીવીનગર.................................................... ૩૯.૭

વડોદરા......................................................... ૪૦.૫

સુરત............................................................ ૩૩.૮

વલસાડ........................................................ ૩૩.૯

અમરેલી........................................................... ૪૨

ભાવનગર..................................................... ૩૮.૧

રાજકોટ......................................................... ૪૧.૯

સુરેન્દ્રનગર.................................................... ૪૨.૮

ભુજ.............................................................. ૪૧.૨

નલિયા.......................................................... ૩૪.૭

કંડલા એરપોર્ટ................................................ ૪૦.૨

કંડલા પોર્ટ..................................................... ૩૮.૧

મહુવા...............................................................૩૬.૪

(9:13 pm IST)