Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દહેગામમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ગઠિયા લૂંટ ચલાવી છૂમંતર

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘણા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામમાં આજે ભરબપોરે ઘરમાં ઘુસીને વૃધ્ધ દંપતિને બે લૂંટારૃઓએ લૂંટી લીધું હતું. આ સંદર્ભે દહેગામ પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહયો છે ત્યારે આજે બપોરના સમયે દહેગામમાં બાઈક ઉપર આવેલા બે લૂંટારૃઓએ ઘરમાં ઘુસીને વૃધ્ધ દંપતિને નિશાન બનાવ્યા હતા. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ બારોટવાડામાં આવેલા સોમનાથ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતાં વૃધ્ધ દંપતિ આજે બપોરે તેમના સગાના ઘરે જઈ પરત આવ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા બે લૂંટારૃઓએ તેમનો પીછો કર્યો હતો અને ઘરમાં ઘુસી આ દંપતિને ચાર હજાર રૃપિયા આપી કહયું હતું કે તમે કીધેલું કામ થઈ જતાં આ રૃપિયાની પ્રસાદી બધાને વહેંચી દેજો. ત્યારબાદ આ વૃધ્ધ દંપતિ ઉપર કેફી પદાર્થ નાંખીને ઘરમાંથી ત્રણ તોલા સોનાના દાગીના અને દસ હજાર રૃપિયાની રોકડ લૂંટી બે લૂંટારૃઓ ફરાર થઈ ગયા હતા.

(6:25 pm IST)