Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મહેસાણા: વિજાપુરના આંગડિયા પેઢીના ચાર શખ્સોએ રિવોલ્વરની અણીએ બે લાખની લૂંટ ચલાવતા ચકચાર

મહેસાણા:વિજાપુરના ટી.બી. ચાર રસ્તા પાસે આવેલી આર. શાંતિલાલ આંગડીયા પેઢીમાં ચાર અજાણ્યા શખ્સોએ રિવોલ્વર જેવું હથિયાર બતાવી રૃ.બે લાખની લૂંટ ચલાવતા ચકચાર મચી છે. જોકે લુંટારુ શખ્સો લૂંટ ચલાવી પેઢીને બહારથી બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે વિજાપુર પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. વિજાપુરના ટી.બી. ચાર રસ્તા પર આવેલ એક કોમ્પ્લેક્ષ સ્થિત આર. શાંતિલાલ આંગડીયા પેઢીમાં પરેશભાઈ પટેલ ગુરુવાર બપોરના સમયે હાજર હતા ત્યારે ચાર બુકાનીધારી અજાણ્યા શખ્સોએ પેઢીમાં પ્રવેશી રિવોલ્વર જેવુ હથિયાર બતાવી રૃ.બે લાખની સનસનાટી પૂર્ણ લૂંટ ચલાવતાં વિજાપુર શહેર સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી છે. જોકે લૂટારુંઓ પેઢીને બહારથી બંધ કરીને ફરાર થઈ જતા પેઢીમાં હાજર પરેશભાઈ પટેલે બૂમાબૂમ કરતા અન્ય વેપારીઓ દોડી આવ્યા હતા અને વિજાપુર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(6:23 pm IST)